સેક્સ
છી...કેટલું અસભ્ય અને ગંદુ શીર્ષક છે. એમાં કોઈ શું કરે જ્યારે "સેક્સ" શબ્દ સાંભળતાં જ મન કંઈક "ગંદુ" કલ્પી લે છે! સેક્સતો મનુષ્ય સ્વભાવ છે. નાનપણથીજ બાળકોની અમુક ખાસ ચેષ્ઠા જોવામાં આવીજ હશે. તેઓ કશે જોઈને શીખ્યા નથી. પછી એમને બીજા લોકો પાસેથી લોકલ ભાષામાં જે છુપું જ્ઞાન મળે છે એ મોટા ભાગે હાસ્યાસ્પદ જ હોય છે અને સમય જતાં સેક્સ માટે માન રહેતું નથી. સેક્સ એ એક હલકી અને ગંદો વિષય બની જાય છે. જેમાં ખાસ કરીને પુરૂષો જવાબદાર છે. મોટા ભાગના પુરૂષ હંમેશા સેક્સ વિશે ખરાબ વાત જ કરતા હોય છે અને અમુક ઉમર પછી ખુલેઆમ વાત નથી કરતા. સ્ત્રીઓની વાત સ્ત્રીઓ જાણે.

માણસને બારમાસની સેક્સની ૠતુ મળી છે, સેક્સમાં પરમઆનંદ મળ્યો છે. અલગ અલગ આસનો કરી શકે એવી સવલતો મળી છે!  સેક્સ સુંદર છે, સત્ય છે. એના પર કોઈનું જોર ચાલતું નથી. એ જીંદગીના વર્ષો/દાયકાઓ સુધી દિલોદિમાગ પર છવાયેલું રહે છે. પણ સેક્સ વિશે આપણે ક્યારેય બોલવાના નથી કેમકે આપણી સંસ્કૃતિમાં વ્યભિચારને સ્થાન નથી અને ખુદ અમેરીકન્સ પણ સેક્સ અને વ્યભિચાર વચ્ચે ભેદ સમજી શક્યા નથી.

ખરેખર તો જમીનમાંથી ઘાસ ઉગવું, ફુલમાંથી ફળ સર્જાવું, બીજમાંથી આખેઆખું ઝાડ નીકળી આવવું, પશુ-પંખી એક જોડીમાં ફરવું, મોરનું ટહુકવું, દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં, પતંગિયાઓનું એક બીજા પાછળ ઉડાઉડ કરવું...બધું સેક્સ ના કારણે જ છે ને? વળી પ્રેમની કેટલે બધે નજીક! સેક્સના કારણે તો આ દુનિયા અને આપણે બધા છીએ ને?

4 comments:

  1. બિલકુલ સાચી વાતબિલકુલ સાચી વાત

    ReplyDelete
  2. ganij saty vat OSHO aaj to kehta hata? panloko ne bau modu samjau temnu pustak "sambhog se samadhi tak" vachva jevu chhe.

    ReplyDelete
  3. આચાર્યજી, માહિતી આપવા બદલ આભાર!

    ReplyDelete