Showing posts with label ● ગુજરાતીપણું. Show all posts
Showing posts with label ● ગુજરાતીપણું. Show all posts

ગુજરાતીપણું

ઝડપથી ગાડી હંકારતો, "કટ" મારીને "ઓવરટેક" કરતો, થુંકની પિચકારી ઉડાવતો, ગાળોનું સીસું રેડતો, સંસ્કારોની "વાટ" લગાવતો, આત્મવિશ્વાસથી જુઠું બોલતો, કચરો ખાતો, શરીર અભડાવતો, અમેરિકા જવા માટે હીજરાતો ગુજરાતી જોયો,

ચપોચપ ચીપકેલા કપડાં પહેરતી, કાપેલા વાળની લટો સંકેલતી, મેકઅપથી ચહેરાની ચમક વધારતી, મોબાઈલ પર ઘરનાંને ઉલ્લુ બનાવતી, પોતાની ભુલો સિતફથી છુપાવતી ગુજરાતણ જોઈ...

એટલે હવે દરેકને "ગુજરાતી" જોવાનું બંધ છે.