વળી પાછું મન સુખની પાછળ દોડ્યું? હજીયે સુખ જોઈએ છે? મારા બ્લોગ ઉપર, એકાદ ધાર્મિક ટીવી ચેનલ પર, ધર્મગુરુઓની વાણીમાં અથવા ચોપડીના પાને તે કંઈ સુખની ચાવી મળવાની છે? મન...હજી તું સુખ પાછળ દોડશે તો હમણાં છેતરાયું એમ છેતરાતું જ રહેશે!
મનને મનગમતું તો થવાનું જ નથી જ્યાં સુધી સાચો સમય અને યોગ્ય પરિસ્થિતી ઉભી નહિ થાય, પછી ભલે ગમે એટલા ધમપછાડા કરો, બાધા-આખડીઓ રાખો, આઈડ્યા લગાવો, ઓળખાણ બતાવો, લાંચ ખવડાવો, ભગવાનને મસ્કો મારો, વૈષ્ણૌદેવી જાઓ, શીરડી જાઓ કે પછી હરિદ્વાર જાઓ.
શું ખરેખર સુખ જોઈએ છે? સુખના રસ્તે જ ચાલી રહ્યા છીએ ને? ખબર તો છે ને કે સુખ શું છે? પાક્કું? ૧૦૦%? પછી એવું ના થાય કે સુખ રસ્તામાં મળે અને આપણે એને ઓળખી પણ ન શકીએ! સુખ જોઈએ કે પછી પૈસા, પ્રેમ અથવા એશોઆરામ? કેમકે આ બધી અલગ અલગ વસ્તુઓ છે. સુખ જોઈએ તો સુખના જ રસ્તે જવું પડશે બીજા બધા રસ્તે નહિ. વળી એક સમયે એક જ રસ્તે/દિશાએ જવાશે. સુખ મળી ગયા પછી પૈસા માંગો તો નહિ મળે, પૈસા પામીને પ્રેમ માંગો તો નહિ મળે, પ્રેમ માંગીને પાછું સુખ માંગો તો નહિ મળે. બધું મળી જશે તો સુખની વ્યાખ્યા અને લેવલ ઓર ઊંચું જતું રહેશે!
બહુ વિચાર્યું તો માત્ર વિચારો જ મળ્યા... (જે સુખ તો ન જ આપી શક્યા!)

- સુખ અને દુઃખ એ માનવમનની સ્થિતિ માત્ર છે.
- સુખનું ના હોવું એટલે દુઃખ; એવું આપણું મન સમજી બેસે છે.
- મન હંમેશા સુખ જ ઈચ્છે છે અને મોટાભાગે આ જ કારણથી દુઃખી થતું રહે છે.
- દુઃખના ડર અને કલ્પનાઓથી મન મોટા ભાગનો સમય દુઃખમાં જ વિતાવે છે,
- પોતાનું ઘર નહોતું એ મળ્યું, ગાડી નહોતી એ મળી, બેન્કમાં ખાતું નહોતું હવે ક્રૅડિટકાર્ડ મળ્યું, મોબાઈલ અને કોમ્યુટરના શોખ પુરા થયા. આ બધા સપના જ હતા ને? જે પુરા થયા પછી બધાએ સુખી રહેવાનું હતું, રહ્યા?
- આપણને એ પણ ખબર છે કે આપણા કરતા દુઃખી મિત્ર કોણ છે છતાં આપણે પેલા સુખી દેખાતા દોસ્તોને જોઈએ છીએ.
- સુખ કોઈ કાયમી પરિસ્થિતિ નથી. સગવડ, એશઆરામ, ભવ્યતાનું નામ સુખ નથી.
- સુખ એક મંજીલ છે. જો મન સુખી નથી તો એવું સમજવું કે એને હજી ત્યાં સુધી પહોંચવાનો રસ્તો મળ્યો નથી.
- જો હમણાં મન સુખી નથી તો એનો અર્થ એ થયો કે એને એ ખબર નથી કે સુખ શું છે. તો પછી એવા સુખની કલ્પના કરીને દુઃખી કેમ થવું?
- હજી પણ જો સુખ જોઈતું હોય તો કહો કે વિતેલા વર્ષોમાં સુખ નહોતું મળ્યું? ક્યાં ગયું એ? ક્યાં સાચવીને રખાયું? વીતી ગયું ને? આંખોની સામેથી નીકળી ગયું ને? હજી પણ જો સુખ આવશે તો સાચવીને રખાશે?
સુખ નો વિચાર એજ દુખ નું નિમંત્રણ છે
ReplyDeleteDipakbhai Thank U, Ek dam saras vichar 6, sache j jivan ma utarva jevo 6
ReplyDeleteમારા બગીચામાં આપના એક પ્રતિભાવથી અમને તો આ મસ્ત ઠેકાણું મળી ગયું. તે બદલ ખુબ આભાર.
ReplyDeleteઆપના આ વિચારો ગમ્યા. અમે પણ આવું મનોમંથન કરી ચુકયા છીએ. અને અમારા મંથનનું પરિણામ કહે છે કે સુખી થવું હોય તો ખુશ રહો અને આસપાસના વાતાવરણ/વ્યક્તિને ખુશ રાખો અથવા તેને ખુશનુમાં બનાવવાનો પ્રયત્ન કરતા રહો....
મને તો ફાવી ગયું છે. સુખ શું છે એ તો ચોક્કસ ન કહી શકું પણ હું મારી મસ્તીમાં રહી શકુ છું, આસપાસના લોકો પણ ખુશ છે... અને મને મારા હોવાનો સંતોષ છે. મારી માટે તો આ જ સુખ છે.
અહીયાં મારા મનોમંથનની બે-ત્રણ લીંક મુકવી હતી પણ મારા બગીચામાં જે-તે વાતોના નીંદામણની વચ્ચે તે વાતોને શોધવી અઘરી લાગે છે એટલે અત્યારે આ એક ને જ સહન કરવા વિનંતી છે;
http://marobagicho.com/2012/philosophy-and-me/