તો.... દસકા ઉપર વિતી ગયા પછી 'ફાઈનલી ' એક સપનું પુરું થયું! જે આપની સાથે શેર કરતાં આનંદ થાય છે.
સપનું પણ એટલું પ્રબળ કે બસ એક વાર તો પુરું કરવું જ પડે.. એવું હતું. મધ્યમવર્ગની ઘણી બધી જવાબદારીઓ અને ચેલેંજીસ પાર પાડીને નવરા
પડ્યા બાદ મુરતિયો બનાવવું શક્ય બન્યું.
સારું થયું કે ફોન ડેટા વગેરે આટલો સસ્તો થયો અને બધા જ લોકો સુધી યૂટ્યુબ જેવું પ્લેટફોર્મ પહોંચી શક્યું. એથી વિશેષ મારા જેવા લોકો યુટ્યૂબ સુધી પહોંચી શક્યા. ડીજીટલાઈઝેશનના કારણે ફિલ્મ બનાવવાના સપના સેવવા હવે શક્ય લાગતાં હતાં. કમસે કમ નાનકડી લવસ્ટોરી તો બનાવવી જ હતી.
મુરતિયો... એ એક એવી વાર્તા હતી જેનો આકાર આ બ્લૉગ ઉપર દસેક વર્ષ પહેલાં
ઘડાયો હતો!
કોશિશ વાર્તા જ એ કોશિશ હતી જે મુરતિયોની પ્રેરક બની. પણ પછી એને મારે એવી વાર્તામાં બદલવો પડ્યો જેમાં સુખાંત હોય. કાલ્પનિક પ્રેમગલી / પ્રેમનગર પણ આ ફિલ્મમાં દેખાશે.
મુરતિયાનું બનવું પણ મારી માટે એક અલગ જ સફર હતો. અને સફરમાં થોડું suffer પણ કરવું પડે જ! આખર બહુ મર્યાદિત સંસાધનો અને મર્યાદિત ટેલેંટ્સને લઈને, લગભગ વર્ષની મહેંનત બાદ આ સવા કલાકની ડ્રીમ ફિલ્મ બની છે.
ગીત, સંગીત, હાસ્ય અને રિયાલીસ્ટીક ટ્રીટમેંટથી બનાવેલી આ ફિલ્મ આપને એક અલગ અનુભવ અને મોજ કરાવશે! ચોક્કસથી જોજો!
લિંક આ રહી!