આકાશ-પાતાળ


સોફ્ટ ડ્રિંકનો છેલ્લો સીપ ભરીને હું મારા માથા વડે સીટને પાછળ તરફ દબાવું છું. આનાથી મારા ગળા અને ખભા, બંનેને આરામ મળે છે. મારી આંખો આપોઆપ બંધ થઈ જાય છે.
"એસ્ક્યુઝ મી સર!"
મારી આંખો ખુલી.
"આપની માટે બીજું કંઈ લાવું?" એર હોસ્ટેસે મારો ગ્લાસ ખેંચતા કહ્યું.
"નો થેક્સ."
"આર યુ શ્યોર?" મારી તરફ જોઈ રહી. મેં નીચે એના હાથ તરફ જોયું. ત્યાં એક નાનકડો ફોન દેખાયો. મને અચરજ થયું. એર હોસ્ટેસની આંખો મને ઘણું બધું સમજાવી રહી હતી. હું ફોન કોઈ જુએ નહિ એમ સિતફથી સરકાવી લઉં છું. મારી બાજુ એક ઘણી મોટી ઉમરની સ્ત્રી સુઈ રહી હતી. હું ચુપચાપ ઉઠીને સીધો ટોઈલેટમાં ઘુસી ગયો. ફોનમાં ફુલ નેટવર્ક હતું...હું વિચિત્ર ફોન સમજવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં અચાનક ફોન ધીમા સ્વરે બીપ-બીપ થવા લાગ્યો.
"મિસ્ટર આકાશ?"
"યેસ?"
"હું સી.આઈ.ડી હેડ એસ.કે.પાટીલ બોલું છું. મારે તમારું અરજન્ટ કામ છે."
"શું?" હું સમજી ન શક્યો, વિષય જ અણધાર્યો હતો!
"હાં...અને કામ ફક્ત તમે કરી શકો છો." મારી નજર તરફ મારા પાછલા દિવસો ફરી ગયા.
"કેવું કામ?"
"બહું મોટું અને સિક્રેટ કામ છે."
"પણ હું જ કેમ? શા માટે?"
"અમે ફ્લાઈટના દરેક મુસાફરનો બાયોડેટા જોયો...ફક્ત તમે એવા માણસ છો કે જેની પાસે કામ કરવાની ટ્રેઈનીંગ છે."
"ઓહ...તો એમ કહોને કે કોઈને પકડાવાનો છે....કે મારવાનો છે." હું સમજી ગયો.
"..."
"પણ સોરી. હું આવા 'સિક્રેટ','મહાન' અને દેશસેવાવાળા કામ હવે નથી કરતો." હું રુક્ષ સ્વરે બોલ્યો.
"હું સમજી શકું છું મિ.આકાશ. હું તમારા નિર્ણયની પણ દાદ આપું છું....જે તમે સમયે લીધો હતો."
"ખરેખર કહો છો?" હું એની વાત ઉડાવું છું.
"હાં...પણ સરકારની પણ અમુક મર્યાદા હોય છે....અમુક નિયમો..."
"છોડો મિસ્ટર...અમ્મ....તમે જે હોય તે. હું તમારું કોઈ કામ નથી કરવાનો...કેમકે હું હવે સરકારી ગુલામ નથી. ગુડબાય." મેં ફોન કટ કરી દીધો.
ત્યાં સ્ક્રીન ઉપર એક મેસેજ ઝળક્યો. મેં ફરી ક્લિક કરી એટલે એક વિડિઓ શરૂ થયો. જેમાં કોઈ મિ. રસ્કીન વિશે માહિતી દર્શાવાઈ રહી હતી. હું આતંકવાદી વિશે તો જાણતો હતો. જોકે એનો ચહેરો પહેલી વખત જોઈ રહ્યો હતો.
ફરી ફોનનું ધીમા સ્વરે બીપ-બીપ ચાલું થઈ ગયું.
"યેસ મિ. પાટીલ"
"તમે વિડિયો તો જોયો હશે. રસ્કીન તમારી ફ્લાઈટમાં છે. પહેલીવાર આમ સામાન્ય માણસની જેમ હોંગકોંગ જઈ રહ્યો છે. ઘણી મોટી યોજનાનો એક કડી પુરી કરવા જઈ રહ્યો છે. તમારે એને કોઈ પણ હિસાબે રોકવાનો છે."
"આખો મામલો શેનો છે."
"આખો મામલો આંતરરાષ્ટ્રીય છે. કિસ્સો એજ છે...અણુસંધી."
"તો પછી મારે ઈંગ્લેન્ડ વાત કરવી પડશે!"
"કેમ?"
" બધા કામમાં મારો ફાયદો પણ જરૂરી છે....વાત જ્યારે આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો હોય."
"એટલે? દેશ પ્રત્યે તમારું કંઈ કર્તવ્ય નથી?"
"રસ્કીન મારા દેશને કંઈ નુકશાન કરી નથી રહ્યો."
"પણ વાત જ્યારે વિશ્વશાંતિનો હોય તો આપણો દેશ હંમેશા મદદરૂપ રહ્યો છે. લોકોને ખબર પડી કે રસ્કીન ઈન્ડીયા થઈને હોંગકોંગ જઈ રહ્યો છે એટલે એમણે મદદ માંગી છે. આપણે આવા કામ કરવા પડે કેમકે બે દેશ વચ્ચેના સંબંધો ઉપર આની અસર પડી શકે છે. "
"તો મારે M જોડે વાત કરાવો."
"શું?"
"M"
"કોણ M?"
"બ્રિટિશ ગુપ્ત એજેન્સીની હેડ."
"હા હા..મિ. આકાશ તમે તમે કેવી વાત કરો છો? એવી કોઈ એજેન્સી નથી."
"છે."
"તો તમે જેમ્સ બોન્ડની ફિલ્મો બહું જોઈ હોય એવું લાગે છે."
"સારું...તો તમે ફોન મુકો. કેમકે તમને પણ એવું લાગે છે કે હું બોન્ડની જેમ તમારૂં સિક્રેટ સેવા મિશન પુરૂં કરવાનો છું." હું ફોન કટ કરી દઉં છું. થોડી ગડમથલ પછી ફોન ને સાઈલેન્ટ મોડમાં કરીને હું મારી જગ્યાએ ફરી બેસી જાઉં છું. રસ્કીન ત્રીજી લાઈનમાં બેઠો છે. એની બાજુમાં એક યુવતી મેગેઝીન વાંચી રહી છે. ફ્લાઈટ દસેક મિનિટમાં હોંગકોંગ પહોંચી જવાની છે. મારી બાજુવાળી મોટી ઉમરની સ્ત્રી જાગી ગઈ છે. પોતાના પર્સમાં કંઈક શોધી રહી છે. કોઈ દવા અથવા ગોળી? બાજુ પેલી એર હોસ્ટેસ મારી તરફ વધી રહી છે. કદાચ પેલો ફોન લેવા.
હું વિચારી રહ્યો હતો કે રસ્કીન પાસે અત્યારે કોઈ હથિયાર હશે? હું જાણૂં છું કે ફ્લાઈટના કડક ચેકિંગ પછી કોઈ છુપી પિસ્તોલ કે રિવોલ્વોર નીકળવી સામાન્ય બાબત છે. મોટા માણસોની મોટી ઓળખાણ હોય છે...પછી ભલેને આતંકવાદી હોય! એની આસપાસ એના માણસો પણ હશે ...ઓછામાં ઓછો એક.
ફોન ફરી સળવળ્યો. એરહોસ્ટેસને કદાચ કોઈ મુસાફરે કંઈક મંગાવવા માટે રોકી છે. હું સિતફથી કોટના ખિસ્સામાં જોઈ લઉં છું. વખતે ફોનકર્તા કોઈ બીજું છે. હું ઉઠીને ફરી ટોઈલેટ તરફ વધું છું...ફોન લેવા આવેલી પેલી એર હોસ્ટેસ કંઈ અવઢવમાં પડી. હું મારા પેટ ઉપર હાથ ફરાવતો એની બાજુમાંથી પસાર થયો, "કંઈ પણ હોય ...તમારું જમવાનું હોય છે બહુ ટેસ્ટી." હસી.
"હેલો."
"આઈ એમ.... M."
"નાઈસ ટુ ટોક વિથ યુ મે'."
"સેઈમ હીયર."

(અંગ્રેજીમાં)
"તો તમે મારૂં કામ કરવાના છો?"
" તમારા ઉપર આધાર રાખે છે."
"એનો મતલબ કે તમને એના બદલામાં કંઈક જોઈએ છે."
"અને જ્યારે વાત સિક્રેટ એજન્ટની બોસ સાથે થઈ રહી હોય તો માંગણી શું હશે કલ્પી શકાય છે."
"હું એટલી સમજદાર નથી. મિસ્ટર....આકાશ."
"હું પણ એટલો અઘરો નથી."
"તો શું જોઈએ તમને?"
"લેબલ."
"હંહ...એવું કંઈ માંગો જે ખરેખર હોય."
"છે...મને ખબર છે."
"શું તમે ફિલ્મી નોવેલ જેવી બકવાસ વાતો કરવા માટે મને ફોન કરાવ્યો?"
"જો ખરેખર M નું અસ્તિત્વ હોય...તો એને એજન્ટની પણ જરૂર પડતી હશે."
"મારી પાસે એજન્ટની આખી ટીમ છે. પણ મારી કોઈ ગુપ્ત એજેન્સી નથી. જેવી બોન્ડની ફિલ્મોમાં હોય છે. માત્ર ફિલ્મો છે."
"વાત ટાળવાનું કોઈ આપથી શીખે મેડમ! હું પણ એક જાસુસ હતો. મને ખબર છે, શું શક્ય છે અને શું અશક્ય. મેં પણ મારા દેશની એજેન્સીમાં કામ કર્યું છે."
"પણ તમને કાઢી મુકવામાં આવ્યા હતા. તમે ઓર્ડર નહોતા માન્યા"
"મારે મારા સાથીદારોનો જીવ બચાવવનો હતો."
"જેમાં તમે નાકામ રહ્યા."
"મેં કોશિશ કરી."
"મને ઈમ્પ્રેસ કરવી આસાન નથી મિ. આકાશ. તમે કામ કરો.....એના બદલામાં તમારી સરકારને નોકરી પાછી અપાવવાની દરખાસ્ત હું કરી શકું છું."
"થેક્સ..બટ નો થેક્સ M. મને ૦૦૭ લેબલ જોઈએ છે, હું મારા દેશમાં રહીને કામ કરવા ઈચ્છું છું."
"આવા લેબલ હકીકતમાં નથી હોતા."
"હોય છે... દુનિયાના દરેક દેશમાં એક ૦૦૭. લોકો આંતરરાષ્ટ્રીય કામ કરે છે. ગયા વર્ષે અમેરિકા, તાલિબાન, કોરિયા વગેરેમાં સિક્રેટ મિશન પુરા થયા છે. રસ્કીન પણ મોટો પ્યાદો છે. પોતાના કામ પુરા કરીને એવી રીતે ગાયબ થઈ જવામાં મશહુર છે કે જાણે પાતાળમાં જતો રહ્યો હોય. અને આ વખતે એ અદ્શ્ય થયો તો  ફરી વખત જલ્દી નજરે નહિ ચડે."
"ખુબ સરસ. લાગે છે તમે હજી તમારૂં જાસુસીનું કામ હજી પૂરેપુરૂં છોડ્યું નથી. પણ ૦૦૭ થવા માટે અમુક ખાસ ટેસ્ટ પાસ કરવા પડે છે."
"આજે નમુનો જોઈ લેજો" મેં ફોન કટ કર્યો. એક મેસેજ ટાઈપ કર્યો અને બહાર નીકળતા સામેથી આવતી પેલી એર-હોસ્ટેસના હાથમાં સિતફથી ફોન સરકાવતાં હળવેક થી કહ્યું...''મેસેજ વાંચજો.''
રસ્કીનને પકડવો કદાચ એટલું અઘરૂં પડે પણ એના સાથીદારો કયા વેશમાં હશે? હું એક ઉડતી નજર બધા પેસેન્જર ઉપર ફેરવી લઉં છું.
***
સાડા આઠ વાગ્યા અને ફ્લાઈટ લેન્ડ થવા લાગી. બધા મુસાફરોના સેફ્ટીબેલ્ટ બંધાયેલા હતા....સિવાય કે મારા. મારો બેલ્ટ થોડો ખરાબ હતો. મેં એરહોસ્ટેસને બોલાવીને બતાવ્યો પણ ખરો. એણે બેલ્ટ બાંધી આપ્યો હતો પણ ફરી ખુલી ગયો....એક દાઢીવાળો માણસ મારી પરિસ્થિતિ જોઈ રહ્યો હતો. વિમાનના પૈડા જ્યારે જમીનને અડ્યા તો નાનકડો ઝાટકો લાગ્યો. વિમાનની લાઈટ ઝબકીને બંધ થઈ ગઈ.
"ઓહ" કેટલાય મુસાફરો બોલી ઉઠ્યા.
અંધારાનો ફાયદો ઉઠાવી હું મારે જગ્યાએથી ઉઠ્યો. બધું પ્લાનિંગથી થઈ રહ્યું હતું. મારા હાથમાં એક નાનકડું નાઈફ હતું જે મે પેલી એરહોસ્ટેસ પાસે મંગાવ્યું હતું. સેફ્ટીબેલ્ટ બાંધવાના બહાને નાઈફ આપી તો ગઈ પણ ખુબ ડરેલી હતી. મેં એને લાઈટ બંધ કરવાનું પણ ફોનના મેસેજમાં લખ્યું હતું.
અંધારું હતું એટલે થોડી ધમાચકડી થઈ થઈ પણ કોઈ સમજે એની પહેલા લાઈટ આવી ગઈ. પેલી એર હોસ્ટેસે જોયું કે હું મારી જગ્યાએ બેઠો બાજુવાળી ડોસીને સાંત્વના આપી રહ્યો હતો.
ફ્લાઈટ ઉભી રહી અને બધા એક પછી એક ઉભા થઈ નીચે ઉતરવા લાગ્યા. છેલ્લા મુસાફરોમાં અચાનક એક મહિલા ગભરાઈને બુમ પાડી ઉઠી બધા ચોંકી ઉઠ્યા. બારી પાસે બેઠેલા રસ્કીનની સીટ ગરમ લોહીથી ખરડાઈ રહી હતી. જોકે એનો ચહેરો બારી તરફ ઢળેલો હતો અને ઘા પણ ગળાની એજ તરફ હતો એટલે કોઈને જલ્દી ખ્યાલ આવ્યો.
જોકે મોટાભાગના મુસાફરો ઉતરી ચૂક્યા હતા હું પેલી ડોસીને મદદ કરી રહ્યો હતો એટલે પાછળ હતો. ડોસી પણ ગભરાઈ ગઈ હતી.
***
અડધા કલાક પછી હું નજીક એક બેકરીમાં પેસ્ટ્રી ખરીદી રહ્યો હતો અને મારા ફોનની રીંગ વાગી.
"આઈ થીંક...મિશન Abyss કંપ્લીટ."
"થેક્યું મિસ્ટર આકાશ."
"એમાં થેક્યું શેનું M? મેં તમારૂં કામ કર્યું જેમ તમે મારૂં કરવાના છો!" હું પેસ્ટ્રીનો એક નાનકડો ટુકડો ઉઠાવતા બોલ્યો.
" વિશે મારી પાસે અફસોસ સિવાય બીજું કંઈ નથી મિસ્ટર આકાશ."
"શું આને કહેવાય છે વાયદો કરીને પલટી જવું?." હું ધીમું હસ્યો.
"ના એવું નથી...મને લાગ્યું કે તમને એજેન્સી વિશે આટલી બધી ખબર છે એટલે ૦૦૭ બનવાના અમુક નિયમો વિશે પણ જાણતા હશો."
"એક તો તમારી પાસે મિલેટ્રી તાલીમ હોવી જોઈએ..." હું પેસ્ટ્રી મમળાવતા બોલ્યો.
"અને બીજું?" M એ આતુરતા બતાવી.
"અને બીજો નિયમ છે કે તમારે ઓછામાં ઓછા બે ગુનેગારના કત્લ કર્યા હોવા જોઈએ." 
"અફસોસ છે... તમે માત્ર એકને માર્યો છે." 
"તમે ઝડપી અને જોખમી નિર્ણયો લેવા જાણીતા છો!"
"જોકે તમે બીજું કંઈ કહી શકો છો...જે હું તમારી માટે કરી શકું."
"થેક્સ બટ નો થેક્સ M. પણ તમારી પાસે મારો નંબર છે."
"હાં...મારી પાસે તમારો નંબર છે." M ધીમું હસતા ફોન બંધ કર્યો. હું પેસ્ટ્રી ખાઈ રહ્યો.
***
M પોતાનો ફોન કોટમાં મુકી રહી હતી. એની કાર બ્રિટનના ફ્લાયઓવર પરથી જઈ રહી હતી. બહારની તરફ ઉંચી ઈમારતો જોવા લાગી. એનો ડ્રાઈવર કાળી બુલેટપ્રુફ કારને પવનવેગે હંકારી રહ્યો હતો. એની સીટ પાછળ નાના એલઈડી સ્ક્રીન ઉપર સમાચાર ચાલી રહ્યા હતા. જેમાં રસ્કીન અને એના વિશે દર્શાવાઈ રહ્યું હતું. "આંતરરાષ્ટ્રીય ગુનેગારને એના દુશ્મનો ચાલુ વિમાનમાંજ મારી નાખ્યો એના સંબંધો સહુથી મોટા રશિયન આતંકવાદી સંગઠન જોડે છે. રસ્કીન સામાન્ય માણસની જેમ વિમાનમાં સફર કરીને હોંગકોંગ જઈ રહ્યો હતો..." M ઈમારતો તરફ જોતા ધીમું હસી રહી હતી. એનું બહું મોટું કામ આજે પાર પડ્યું હતું.
સમાચાર ચાલુ હતા.." તરફ એરપોર્ટની બહાર એક અજાણ્યા ઈસમની પણ લાશ મળી છે, લાશ કોની છે એની જાણકારી કોઈને મળી નથી પણ માનવામાં આવી રહ્યું છે કે એ રસ્કીન જોડે જ હતો. પોલીસ એન્વેસ્ટીકેશન કરી રહી છે.
Mને આકાશનો વિચાર આવ્યો. આકાશ તો નથી? એણ એણે ઝટથી સ્ક્રીન ઉપર નજર નાખી. " દાઢીવાળા વ્યક્તિની ઉમર લગભગ ચાલીસ, શરીર ભારે છે અને ...."
ના.... નહોતો. કદાચ પાર્કિંગ એરિયામાં આકાશ અને એ અજાણ્યાની ઝડપ થઈ હશે અને આકાશે એનું કામ તમામ કરી નાખ્યું હશે.  મર્મપૂર્ણ હસી, બધું સમજી ગઈ. એણે ફરી પોતાના કોટના ખીસ્સામાં હાથ નાખ્યો.
***
મારા મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો.
"લેબલ કંન્ફર્મડ એઝ  ૦૦૭."

____________



જેમ્સ બોન્ડની ફિલ્મો રીતે શરૂઆત પામે છે. એક નાનકડા કેસનું ક્લાઈમેક્સ પતે એટલે નામ/ક્રેડિટ સાથે એક 'મજેદાર' ગીત પીરસાય અને અસલી ફિલ્મ પછી શરુ થાય. જોકે મારી અણઘડ વાર્તા અહીં સમાપ્ત થાય છે...અને રહ્યું ગીત...
 




વિડિઓ વિશે ઘણું વિચારેલ પણ સમય, આળસ અને સંજોગવશાત્મનની મનમાં રહી ગઈ છે!



4 comments: