સમાચાર

બે વાતો યાદ આવી છે જે બંને 'સમાચાર' ને લગતી છે પણ એક બીજાથી બિલકુલ પણ જોડાયેલી નથી.
એક તો સૌરાષ્ટ્રનું એક છાપું. જેના વિશે કહેવાય છે કે એકદમ તડાકા-ભડાકાવાળી ભાષા વાપરીને સમાચારને એકદમ રસપ્રદ બનાવી દે છે. જાણે તીખા અને ગરમાગરમ ભજીયા અને ગાંઠિયા. જેમાં ડાયરામાં વપરાય એવા રસપ્રદ શબ્દો અને રૂઢિપ્રયોગો વાપરવામાં આવે છે. 'એ છાપાના સમાચાર વાંચીને ગરમી આવી જાય' એવા વખાણ એક લેખકે કર્યા હતા.

જોકે એના કરતાંય ગરમ સમાચાર આપણી ન્યુઝ ચેનલો પીરસી રહી છે. વારેઘડીએ ખુન, બળાત્કાર, ચોરી, લૂંટ-ફાટ, ગંદુ રાજકારણ, લુચ્ચા નેતા, પાંગળી પોલીસ, સૂતું સરકારી ખાતું અને ફાલતુ ફિલ્મિ ગપશપ વગેરે દર્શાવવામાં આવે છે.

શા માટે? મને થયું કે બળ્યું જનરલ નોલેજ. આપણે જનરલ નોલેજ માટે સમાચાર જોતા હોઈએ. લાગે કે ક્યારેક કોઈ ઈન્ટરવ્યુમાં પૂછી લે તો કામ લાગશે. દેશની ઘટના-દુર્ઘટના વિશે જાણકારી મળે. બીજું શું હોય? એક વાર્તાની જેમ સ્ટોરી બનાવીને સમાચાર દિલધડક અંદાજમાં રજુ કરી પૈસા કમાવવા સિવાય આ ન્યૂઝ ચેનલો બીજું શું કરે છે ? 'હું પહેલો, હું પહેલો' કરીને ન બતાવાના સમાચાર પણ પીત્ઝાની જેમ સજાવીને બતાવે છે. વળી લોકોને કેવા બીવડાવે છે! આમ થશે, તેમ થશે, આમ થાય તો અને તેમ થાય તો! ખૂન અને મારામારીની ઘટના તો વળી નાટક ભજવીને બતાવે છે! એટલે એવી સ્ત્યઘટનાનુ સિરિયલમાં રૂપાંતર કરીને બીજી ચેનલો પણ કાવડિયાં કમાઈ રહી છે.

આ વિશે પેલા નીરૂમા (દાદા ભગવાનના અનુયાયી) સાચુ જ કહેતા હતા, કે મોટા ભાગના સમાચાર જોઈને ખોટો હાઉ/ભય ઊભો થાય છે. એ કરતાં સમાચાર જોવાજ નહિ. દૂરદર્શન ઉપર તમને સવાર-બપોર-સાંજ સમાચાર જુઓ એ જ સાચી રીત છે. એમાં સમાચાર વાચક વાત જોડે વહી જાય નહિ. એકદમ તટસ્થ રહીને સમાચાર વાંચે. મને આજે પણ યાદ છે કે જ્યારે એક રવિવારે પ્રધાનમંત્રી ઝેલસિંગ અવસાન પામ્યા હતા, ચંદ્રકાંતા સિરિયલ અધવચ્ચે રોકીને એના સમાચાર/જાહેરાત પ્રસારિત કરાઈ હતી. એ સમયે ઉદ઼ઘોષકે કાલી શાલ ઓઢીને સમાચારવાંચન કર્યું હતું. ખાનગી ન્યુઝ ચેનલવાળાઓ ક્યારે આટલુંય કરે છે?

આ થઈ એક વાત હવે બીજી રસપ્રદ વાત.

એક પાકિસ્તાની લેખિકાનું ઈન્ટર્વ્યૂ દૂરદર્શન ઉપર કદાચ એકાદ વર્ષ પહેલા જોયેલું. એમાં એમણે એક સરસ વાત કહેલી. સમાચારવાચકને સમાચાર વાંચતા કે કહેતા વધારે સમય લાગતો નથી. એ સમજ્યા મુક્યા વગર સમાચાર વાંચે છે અને વધારે પડતા ભજવી લે છે. જ્યારે એજ સમાચારવાચકને જો પેપરમાં લખવાનું કહેવામાં આવે તો એ પહેલાં વિચારશે, તાર્કિક બુદ્ધિ વાપરશે, નૈતિકતા જાળવશે અને આપોઆપ યોગ્ય રીતે સમાચાર લખશે.

ડપકું

સૌથી વધારે ગરમ તો ગુજરાતી ન્યુઝપેપરની વેબસાઈટ્સ છે...નહિ?

3 comments:

  1. ખુબ સરસ ભાઈ
    જય સ્વામિનારાયણ..
    મારે આપને મળવુ છે.
    આપને ફેસબુકમાં એકાઉન્ટ હોય તો મને kailavikas01@gmail.com
    પર રીક્વેસ્ટ મોકલવા વિનંતી..

    જય સ્વામિનારાયણ...

    ReplyDelete
  2. right said , now the supplement of newspaper is also full of vulgarity .

    ReplyDelete