ગ્લોબલ વોર્મિંગ

આ કોને લાગુ પડે છે? દરેક સામાન્ય માણસને. મજુર, બિઝનસ મેન, રાજકારણી, વૈજ્ઞાનિક, લેખક, સંગીતકાર, ડિઝાઈનર, બધા જ એના કારણભુત છે. કેમ કે દરેક જણ પ્લાસ્ટીક, કેમિકલ જેવી વસ્તુઓ સીધી/આડકતરી રીતે વાપરે જ છે. પાણી, ગેસ, પેટ્રોલ, લાકડું જેવી કુદરતી પ્રોપર્ટીનો બેફામ ઉપયોગ રોજીંદા જીવનમાં કરે જ છે. બસ એટલું જ કે આપણે એની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. નળ બંધ કર્યો, સ્વીચ ઓફ કરી, પર્યાવરણ દિવસ મનાવી લીધો, ફેસબુક ઉપર લાઈક આપી દીધું એટલે છૂટ્યા?
ભગવાન પણ આપણને બે આદત તો  આપીને પસ્તાતો હશે. એક તો ભુલી જવાની અને બીજી એડજસ્ટ કરતા રહેવાની. આ બંને ટેવો માત્ર ઈમોશનલ બાબતો ઉપરજ લાગુ પાડીએ તો? જ્યારે ધરતીના અમુક ટુકડાઓ જેમકે ભારત માટે અથવા પાકિસ્તાન માટે...આપણા હ્યદયમાં એના માટે કેટલી દેશદાઝ ભરી હોય છે. અને જ્યારે વાત આખીય પૃથ્વી અને માનવજાતની હોય ત્યારે કેટલા પ્રમાણમાં જુસ્સો/જુવાળ ઉઠવો જોઈએ?
મોબાઈલ/વિન્ડોઝનું વોલપેપર નેચરને લગતું રાખતા લોકોને વિન્ડોઝ (પોતાના ઘરની) ખોલતા જ કુદરતનો નજારો અથવા એની નાનકડી ઝાંખી થાય એવું નથી ઈચ્છતા?
"આમાં હું શું કરી શકું?" જેવો સવાલ જેને થાય એને એક પ્રતિસવાલ એ થવો જોઈએ કે મારા શોખ, નોકરી, કરિયર, હેલ્થ જેવી બાબતોને લગતા બધા જ સવાલોનો જવાબ આપણે પ. પુ. ગુગલ ઉપર શોધી લઈએ છીએ. તો પર્યાવરણની બાબત વિશે ખાંખાખોળા ના કરૂં? કોઈને પૂછીએ, માહિતી મેળવીએ અને જોડાઈ જઈએ એજ તો એક માત્ર રસ્તો છે!
મજુર, બિઝનસ મેન, રાજકારણી, વૈજ્ઞાનિક, લેખક, સંગીતકાર, ડિઝાઈનર દરેક આમાં પોતાનો વ્યક્તિગત ફાળો આપી રહ્યા/શકે છે. મારા મત મુજબ રોજ કાગળ બચાવવો, પ્લાસ્ટીકની કોથળીનો વપરાશ ટાળવો, કુંડામાં છોડ ઉગાડાવા વગેરે બાળકો જેવા ખેલથી આ વૈશ્વિક સમસ્યાનો બેડો પાર નહિ આવે.
દસ-પંદર વર્ષ આમ તો બહુ મોટો સમયગાળો છે, મુડી કદાચ ડબલ થઈ શકે છે, આપનું નવું જન્મેલું બાળક બોર્ડ એક્ઝામ પાસ કરી નાખશે, આપના આંગણાનું ઝાડ મોટું થઈ જશે, પણ એટલા જ સમયમાં એન્ટાર્કટીકાનો બરફ પીગળી જવાનો છે એ ચોક્કસ.

No comments:

Post a Comment