ફુલ
ચાલોને રમીએ રમત-રમત! આજ કાલ રમવાનો સમય કોની પાસે છે? આ દશકમાં નાના બાળકોની પેઢીઓનું તો જાણે બાળપણ જોયું જ નથી. કદાચ હું ખોટો હોઉં, પણ નાના બાળકો પરીક્ષામાં કેટલા ટકા લાવે છે એ જાણીને આનંદ+દુઃખ થાય છે. સવારે સ્કૂલ, હોમવર્ક, ટ્યૂશન અને વળી પાછું હોમવર્ક. રમવા માટે કલાક માંડ મળે.
ઉપરાંત મધ્યમવર્ગમાં હવે એક નવો ચીલો ચાલુ થયો છે, ''હોબી ક્લાસ'. હોબી એટલે શોખ જ ને? એમાં કોઈની જબરજસ્તી થોડી ચાલે? પણ પરાણે બીજાને જોઈને મા-બાપ મ્યુઝીક, ડાન્સ, કરાટે, પેઈન્ટીંગ અને કશે મેળ ન પડે તો ક્રિકેટના ક્લાસમાં મોકલી આપે બિચ્ચારા આખો દિવસ દોડાદોડી કર્યે રાખે! વળી પાછા હોશિયાર પણ એટલા જ. હાજરજવાબી. એમને બધ્ધું ખબર હોય. મોબાઈલ, કોમ્પ્યુટર તો એમની માટે રમકડાં.
ખેર, આ બધા કારણોને લીધે કદાચ દેશ આગળ વધી રહ્યો છે. અમે પણ બાળપણમાં ફુલઓન રખડપટ્ટી કરીને કોઈ ધાડ નથી મારી લીધી! કદાચ જે ચાલી રહ્યું છે એ જ સારૂં છે. કદાચ આગળ જતાં આનાથી પણ વધુ મહેનત કરવી પડશે. થોડોક સમય જો મળી જાય તો બાળક થોડી ધમાલ, નખરા, જીદ કરે છે. એ સમયે, એ સમય પુરતું લાગે છે કે અરે યાર..આ તો હજી બાળક છે.
મહિને ચાર રજા આપજો, આખરે બાળક છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment