મુઝકો મુઆફ કરના યારો, મૈ નશે મેં હું! મદિરા, મદ્યપાન, સુરાલય, મધુશાલા, કેફ, મહુડો...કેટલા નશીલા શબ્દો છે. વારે-તહેવારે "પીવાનું" તો હોય જ. ભલે ઘરમાં બીજા કોઈને ખબર ન પડે સોસાયટી/કૉલોની/એપાર્ટમેન્ટના કોઈ ઓરડામાં આવી પાર્ટી ચાલતીજ હોય છે. પીનેવાલોકો પીને કા બહાના ચાહિયે. ભલે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂ જોડે ભાઈબંધી ગુજરાતમાં જ વધારે છે! કહેવાય છે ને કે, સ્પ્રીંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે.
નશો ગમે એનો હોય પણ એના વિશે ઘણું બધુ ચર્ચાયું છે, ગઝલો અને કવિતાઓ રચાઈ છે, અખબાર અને પુસ્તકોમાં વંચાયું છે. એક તરફ તો ખુલ્લે આમ વેચાતો દારૂ, ઉઘાડેચોગ થતો વેપાર, પોલીસના દરોડા અને પોલીસના જ મોમાંથી આવતી શરાબની વાસ. આનો તો એક જ અર્થ થયો કે જે કરવું એ આપણા ઉપર છે.
ખેર, વાત તો અહીં એની પણ નહોતી કરવી! (દારૂ વિશે લખતા લખતા હું ય લથડિયા ખાઈ ગયો!) એ રાતે રોડ ઉપર કાગળ/પ્લાસ્ટિક ઉંચકવાવાળા ત્રણેક માણસો જઈ રહ્યા હતા. હસવું એટલે આવ્યું કે ત્રણેય આગળ પાછળ ચાલી રહ્યા હતા અને ત્રણેય લથડિયા ખાઈ રહ્યા હતા. પહેલા તો ગુસ્સો આવ્યો કે આ લોકો ક્યારેય નહિ સુધરે. થોડા થોડા પૈસા બચાવીને ભવિષ્યમાં કંઈક સારૂં ન કરી શકે? શું જરૂર છે નશો કરવાની?
બીજી મિનિટ એ વિચારવામાં ગઈ કે કયો વર્ગ નશો કરે છે...દરેક! મધ્યમવર્ગ અને ધનિકવર્ગ પણ એટલું જ પીવે છે જેટલું ગરીબ અને પછાત વર્ગ. ફરક માત્ર બ્રાન્ડ અને પોટલીની ગુણવત્તનો છે! પછી આ બિચારા લોકોને દોષ આપવાનો શો મતલબ? આખરે દરેક ખુશી પામવા તો ઈચ્છે જ છે ને? પછી ભલે એ ક્ષણિક હોય. વળી નશા સિવાય બીજી શું મજા હશે આ ગરીબ અને એકલા લોકોમાં? અહીં ખુશી માટે તો નશો નથી કરવામાં આવ્યોને!
VERY NICE THOUGHTS.
ReplyDeleteઆભાર સાહેબ... તાવ, નોકરી અને હવે ગરબાના ચક્કરમાં આપનું પેલું કામ બાકી રહી ગયું છે.
ReplyDelete