ફિલ્મ

ગુજરાતી ફિલ્મો / Gujarati Movies

મને ગુજરાતી ફિલ્મો વિશેની માહિતી બિલકુલ નથી, બસ દૂરદર્શન પર ગુજરાતી પિક્ચરો જોયેલા છે એટલૂં જ. પણ કોમેન્ટ (વણમાંગી) આપવાનો હક બધાને છે! નરેશજીએ કરેલી શરૂઆતથી લાગતું રહ્યું કે હવે નવો સમય શરૂ થશે, પણ એવું ક્શું પણ થયું નહિ. હવે વિક્ર્મ જેવા અભિનેતાઓનો દોર ચાલી રહ્યો છે. ગામડાંઓમાં અત્યારની ફિલ્મો ભલે ધુમ મચાવી રહી હોય, પણ વડોદરા-અમદાવાદ-સૂરત જેવા શહેરોના લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું લગભગ ભુલી ગયા છે. નિર્માતા-નિર્દેશકોને કશું પડી નથી એવું નથી પણ તેઓ એક વર્તુળમાં ઘેરાયેલા છે, ભલે તેઓ ગુજરાતી ફિલ્મો બનાવતા હોય કે બોલીવુડની, તેઓ ચાહકો-પ્રશંશકો કે ચમચાઓથી ઘેરાયેલા રહે છે, એક રાજાની જેમ વેશપલટો કરીને બહાર નીકળીને જોવાની તેમને આદત નથી. આ આદત બોલીવુડના કેટલાય નવજુવાન નિર્માતા-નિર્દેશકોમાં છે, તેઓ અત્યારે બોલીવુડ ગજાવી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મો માટે + પોઇંટ્સ : ૧ :- ૧૦૦% સબસીડી ૨ :- ગુજરાતનું નયનરમ્ય લોકેશન ૩ :- આધુનિક શહેરો (પ્રોસેસ તથા શુટીંગ માટે) ૪ :- ટેલેન્ટેડ સ્ટેજ કલાકારો ૫ :- બોલીવુડના ગુજરાતી કલાકારોનો સાથ ૬ :- હવે નવા કોન્સેપ્ટ્સવાળી ફિલ્મો સ્વીકારી લેવાય છે!

હવે આગળ બે શક્યતાઓ છે. ૧ :- કાં તો આમ ને આમ ચાલે રાખશે, જેમ જેમ ગામોની પ્રગતિ થશે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મો આગળ ચાલશે. બોલીવુડ અને ઢોલીવુડ વચ્ચે જે ૩૦-૪૦ વર્ષોનો ગેપ છે તે જેમનો તેમ રહેશે. ૨ :-બોલીવુ આવીને ઢોલીવુડને કંઇક નવું આપશે.

નિર્માતા-નિર્દેશકોએ શું કરવુ જોઇએ? ૧ :- નવા પ્રયોગો કરવા જોઇએ ૨ :- નવા લોકોને તક આપવી જોઇએ. ચાલો આપણે આશા રાખીને રાહ જોઇએ!



ફિલ્લ્મ



આ બે ચિત્રો સરખા જ છે. માત્ર રંગનો ફર્ક છે. કહો કયું ગમ્યું?

એક ચિત્રમાં બધાજ રંગો ફેલાઈ ગયા છે જ્યારે બીજામાં એકાદ જગ્યાએ રંગ હશે.પસંદ બધાની અલગ અલગ જ હોઈ શકે. મારા મતે બીજું ચિત્ર વધારે ઈન્ટરેસ્ટીંગ લાગે છે. જો ચાન્સ મળશે તો મારી ફિલ્મો હું આવીજ બનાવાનો પ્રયત્ન કરીશ. જ્યાં જરૂર હોય ત્યાંજ રંગ.

કળા

એવું જરૂરી છે કે ગુજરાતી ફિલ્મ હોય એટલે એમાં એકાદ ગરબો ઉમેરવો જ પડે અને દરેકે દરેક ગુજરાતી ફિલ્મમાં ગુજરાતની ગાથા અને સંસ્કૃતિનો ઉભરો દેખાવવો જ જોઈએ?

જ્યાં સુધી ફિલ્મોનો સવાલ છે, એ એક કળા જ તો છે અને એના વિવિધ રૂપ તો હોવાના જ. કળા એ કુદરતી વસ્તુ છે, કુદરતથી પ્રેરાઈને ઉદ઼ભવેલી છે. એને જો વડોદરા, ગુજરાત, ભારત જોડે જોડી દઈએ તો પછી એ બંધિયાર થઈ જાય. એક ફોટોગ્રાફર માત્ર ભારત અથવા ગુજરાતના જ ફોટો નહિ શૂટ કરે, એ આખી દુનિયાના ખુણે ખુણે જવાનું પસંદ કરશે. એક લેખક માત્ર દેશભક્તિ અને ગુજરાતનું ઉર્મીગીત જ નથી લખતો, એ આખી દુનિયાના સંવેદનોને પોતાની કૃતિમાં સમાવિષ્ટ કરશે.

દેશદાઝ હશે તો જ્યાંત્યાંથી દેખાઈજ આવશે. પણ જ્યાં સુધી દેશભક્તિ અને ગુજરાતપરાયણતાનો સવાલ છે એને કળાના મામલે નકશામાં જ રહેવા દઈએ તો કેવું?

હોલિવુડ 

હોલિવુડ માટે આપણું માઈન્ડ સેટ છે. મારામારી, વલ્ગર, સાઈન્સ ફિક્શન મુવી એટલે હોલિવુડ! પણ બોમ્બે ફિલ્મ જગત  હોલિવુડમાંથી પ્રેરણા લેતું આવ્યું છે. (પ્રેરણા એટલે ઘણી વાર બેઠે કૉપી!) જેની સ્ટોરી, સ્ક્રીન પ્લૅ, સંગીત ઘણી વખત ઉઠાવેલું જ હોય છે.

(સાત વર્ષ પછીની અપડેટ!)
ગુજરાતી ફિલ્મની મળતી સબસીડી બંધ થઈ ગઈ પણ ગુજરાતી ફિલ્મો સરસ બનવા લાગી છે. સરસ એટલે કે આધુનિક અને ટાઈમપાસ થઈ જાય એવી. હજી કળા અને કોન્સેપ્ટથી થોડે દૂર છે પણ શરુઆત સારી લાગી! મેં પણ થોડી શોર્ટ ફિલ્મ બનાવી અને આગળ પ્રયાસ ચાલુ છે.

3 comments:

  1. વાહ! તમારી બનાવેલી ફિલ્મ અમને જોવા મળે એવી ઇચ્છા ખરી!

    ReplyDelete
  2. જૂની બોટલ - જૂનો દારુ પણ પીવડાવનાર નવો...! કંઈ નવુ કરો કે સોલ્યુશન વિશે લખો યાર...

    ReplyDelete
  3. દરેક લખાણના અંતે સોલ્યુશન જ આપેલ છે. :)

    ReplyDelete