ટ્વિટ


મને ટ્વિટર પર જો કોઈનો પહેલો રિપ્લાય હતો તો તે અમિતાભ બચ્ચન નો હતો! અમિતાભ બચ્ચનજી જ્યારે શુટીંગ માટે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમની શોખ મુજબ એમણે આ વાત ટ્વિટર પર વહેતી કરી. મારા ગયા જન્મના પુણ્ય કહો કે પછી મારા આ જન્મના ગુરૂવારના ઉપવાસો...પણ મેં એમના આગમનની વાત સાંભળી એમને વેલકમ ટુ ગુજરાત લખીને રીપ્લાય કર્યો અને બીજીજ મિનિટે એમણે થેન્ક્યુ લખીને મને રીપ્લાય આપ્યો!

પહેલાં તો મને વિશ્વાસ બેઠો નહિ અને પછી મન ઉછાળા મારવા લાગ્યું, આ એ જ અમિતાભ છે જેમણે વર્ષો સુધી બોલિવુડ પર રાજ કર્યું છે અને જેના ઓટૉગ્રાફ લેવા કે એમની એક ઝલક જોવા સેંકડો લોકો પડાપડી કરે છે? સ્લમડોગ મિલેનીયરમાં એમની સાઈન લેવા ઓલો છોકરો "છી" માં કુદી પડે છે. જે જ્યારે પણ બિમાર પડે છે તો હજારો ઘરોમાં પુજા-અર્ચના-યજ્ઞ શરૂ થઈ જાય છે. જ્યારે મે અમિતજીનું ટ્વિટર જોયું તો તે દિવસે એમણે બીજા ત્રીસ લોકોને રીપ્લાય આપ્યા હતા. મને મળેલ રીપ્લાય કોઈ મોટી વાત નહોતી પણ એક જેકપૉટ જીતી લીધા જેટલી ખુશી અઠવાડિયા સુધી લઈને ફર્યો છું!

રીપ્લાયવાળી વાત જ્યારે મેં દોસ્તોને કરી તો ઘણાંએ વાત માની જ નહિં. અને ઘણાંએ ઘોસ્ટ રાઈટર તરફ સંકેત કર્યો. ઘોસ્ટ રાઈટર્સ પૈસા લઈને મોટી હસ્તી માટે લખવાનું કામ કરે છે. વર્ષો પહેલા લખતું કોઈ બીજું અને કોઈ બીજા મોટા લેખકના નામે એ લખાણ છપાતું. આજના જમાનામાં બ્લોગ કે નેટવર્કીંગ વેબસાઈટ માટે આવો જ કોઈ ઘોસ્ટ રાઈટર હોય પણ શકે. આવી શક્યતાને નકારી તો ન જ શકાય! લાખો ફેન્સ અથવા કહો કે ગ્રાહકોને આકર્ષવા માટે આ રસ્તો પણ ખુલ્લો છે. પણ અંતે તો એ એક ધોકાધડી જ કહેવાય ને? જોકે બચ્ચન સાહેબ માટે મને કંઈ જ શંકા નથી.પણ મારી ખુશીમાં કોઈ શામિલ ન થયું એટલે બધી મોહ-માયા ઉડી ગઈ...

ખેર, થોડાક દિવસ પછી મને મનોજ બાજપાઈનો પણ રીપ્લાય મળેલ!

અમિતાભજીનો રીપ્લાય
મનોજ બાજપાઈનો રીપ્લાય

4 comments:

  1. વાહ દિપકભાઇ,
    આપ તો મોટા માણહ બની ગયા હો ભાઇ...

    ReplyDelete
  2. ના ભાઈ ના...ભાગ્યશાળી. લૉટરી લાગવાથી માણસ ભાગ્યશાળી ગણાય.

    ReplyDelete
  3. આવા પણ ક્યા નસીબ! અમે તમારી ખુશીમાં સામેલ છીએ!

    ReplyDelete