સુપરહીટ ફિલ્મો (જે હીટ ન થઈ હોત તો સારું!)

ઈન્ટરનેટની એક ખાસિયત એ પણ છે કે મારા જેવા ઉટપટાંગ વિચારવાવાળા/લખવાવાળા 'દે ઠોક' લખ્યે રાખે છે! અમને ક્યાંથી, શું લોજીક જોડીને ક્યારેક પોતાના કટ્ટર વિચારો તો ક્યારેક નાબાલિશ લેખો મુક્યા કરવાની આદત પડી ગઈ છે! ઘણા સમય પછી ફરી ફિલ્મો વિશે લખવાનું મન થયું છે. મનમાં મુદ્દાઓ ગોઠવાઈ ચૂક્યા છે.
 આજે મારો સંદેશ કંઈક અલગ છે. મારે એવી હીટ ફિલ્મોની એવી વાત કરવી જેમણે ઈન્ડસ્ટ્રીને ગેરમાર્ગે દોરી! આજે આપણી ફિલ્મો મોટાભાગની ફિલ્મો મફતમાં પણ જોવા લાયક નથી. જેનું કારણ આ સુપરડુપર હીટ ફિલ્મો છે, જે આપણને ફરી કેટલાય વર્ષો પાછળ ખેંચી ગઈ. જો આ ફિલ્મો હીટ ન થવાને બદલે ફ્લોપ થઈ હોત તો ઈન્ડસ્ટ્રી કોઈ બીજા મુકામે હોત. એવું પણ બનત કે આપણા કલાકારોને સહેલાઈથી હોલિવુડનું કામ મળી જાત. હોલિવુડની ફિલ્મો જેવી હેરતઅંગેજ ફિલ્મો આપણે પણ બનાવતા હોત!

અહીં મારે મારા ફેવરેટની વાત નથી લખવી. એ બધાજ લોકો કમર્શિયલી એટલા બધા હીટ નથી! જોકે કલાકાર તો જોગી જેવાજ હોવાના ને? જેમ બિઝનસ મેન પોતાનો બિઝનેસ નેચર નથી છોડી શકતો, આર્ટીસ્ટે પણ પોતાનું 'જોગીપણું' કેમ છોડવું?!

જંજીરઃ આ ફિલ્મ લેન્ડમાર્ક બની એન્ગ્રીયંગમેન કોન્સેપ્ટની. કહેવાય છે કે રમેશ સીપ્પીએ અમિતાભને રેલ્વે સ્ટેશન જતા રોકીને આ ફિલ્મ આપી હતી! બચ્ચનસાહેબની આ ફિલ્મ ખરેખર જબરજસ્ત હતી. પણ આ ફિલ્મો પછી ફિલ્મોનો અંદાજ બદલાયો, જે વર્ષો સુધી ચાલતો રહ્યો. આવી ફિલ્મોના ઠઠારાના કારણે બચ્ચનસાહેબની જે ખરેખર સુંદર ફિલ્મો હતી, જેમકે આનંદ, અભિમાન એ બધી થોડી દબાઈ ગઈ. જોકે ખરા કલાકારને ઓફબીટ ફિલ્મો કરવીજ પડે છે, કેમકે મતલબ વગરની ફિલ્મો ક્યારેય આત્મસંતોષ તો આપતીજ નથી હોતી. એટલે બચ્ચનસાહેબે કેટલીયે ઓફબીટ ફિલ્મોમાં કામ કર્યે રાખ્યું. જે હજી પણ લોકો વખાણે છે. જોકે એમનો એંગ્રીયંગમેનનો અવતાર દર્શકોને છેક લાલબાદશાહ સુધી જોવો પડ્યો. જો 'જંજીર' ફિલ્મ ન હોત તો પણ મારા ખયાલ મુજબ અમિતાભ એ અમિતાભ જ હોત. પણ આપણે એમને હજી કેટલાય કેરેક્ટરમાં જોઈ શક્યા હોત.

શોલેઃ મલ્ટીસ્ટારર આ ફિલ્મની વાર્તા હોલિવુડની ફિલ્મથી ઈન્સ્પાયર્ડ હતી એ વાત સહુને ખબર છે. ફિલ્મ હીટ થાય એવો બધો મસાલો ફિલ્મમાં હતો. હોલિવુડના કેટલાક કલાકારોની મદદથી એક્શન સીન્સ શુટ કરવામાં આવ્યા હતા. બજેટ, નવા કલાકારોને ચાન્સ, લાંબુ આઉટડોર શુટિંગ, અઘરા એક્શન સીન્સ જેવી અને બાબતો ખરેખર બહુ રીસ્કી હતી. આ ફિલ્મો પછી મસાલા ફિલ્મો માં બિનજરૂરી મસાલો એટલો ઉમેરાયો કે ન પુછો વાત. શોલે પછી હિન્દી ફિલ્મોના જરુરી પાસા આ મુજબ હતા એક્શન, કોમેડી, કરૂણતા, ગીતો, એન્ટરટેઈમેન્ટ, એન્ટરટેઈમેન્ટ, એન્ટરટેઈમેન્ટ અને ગબ્બર!

આશીકી: આ ફિલ્મે સાબિત કર્યું કે ભલે વાર્તા સામાન્ય અને અભિનેતા-અભિનેત્રી નવાસવા હોય પણ ગીતો સુપરહીટ હોય તો ફિલ્મ પણ હીટ! મને તો યાદ પણ નથી કે આ બાદ કેટલી ફિલ્મો આવી અને ગઈ જેના ગીતો સારા અને ફિલ્મો બકવાસ હતી!

અંદાજ અપના અપનાઃ 'જાને ભી દો યારો' જેવી ફિલ્મોમાં દેશભક્તિનો કંઈક મેસેજ હતો, એટલે ફિલ્મ ફુલ્લી ફાલતું હોવા છતાં સ્વીકાર્ય હ્તી. પણ અંદાજ 'અપના અપના' કોમેડી ફિલ્મોનો આદર્શ બની ગઈ. એ બાદ ડેવીડ ધવન કામે લાગ્યા. અને હવે ડેવિડ ધવનની ફિલ્મોને પણ સારી કહેવડાવે એવી ફિલ્મો રીલીઝ થઈ રહી છે. જેમાં ગાળો, દ્વિઅર્થી સંવાદ, સેક્સી અને બિભત્સ કોમેડી ઉમેરાતી જઈ રહી છે. જેમાં હીરોઈનોએ પણ પાછી પાની કરી નથી!

હમ આપકે હૈ કોન? મૈને પ્યાર કિયા તો વળી સરસ હતી. પણ મારા હિસાબે માધુરીને ૧૮-૨૦ વર્ષની કન્યાનો રોલ આપવો, લતાજી જેવા લેજ્ન્ડ પણ ઘરડા અવાજમાં ચોકલેટ લાઈમ જયૂસ જેવા ગીતો ગવડાવવાનો, ટફી કુતરા દ્વારા ક્લાઈમેક્સ પુરૂં કરાવવું ખરેખર બેવકુફી હતી! આ ફિલ્મ પછી 'બાબુજી'ને કેટલા સહન કરવા પડ્યા? આ ફિલ્મ વળી વર્ષો જુની 'નદિયા કે પાર' ની રીમેક જ તો હતી!

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેઃ
આ ફિલ્મનું ડાઈરેક્શન એવું છે કે વારંવાર જોવી ગમે. એમાં એટલો ડ્રામા છે કે વાત ન પૂછો. આ ફિલ્મ પછી લવસ્ટોરી વાળી ફિલ્મોનો દોર પાછો દસેક વર્ષ ખેંચાયો! ધીમે ધીમે મોટા રાજમહેલ જેવા ઘરોમાં, વિદેશની જાહોજલાલીમાં, તદ્દન રંગબેરંગી કોલેજમાં એવી એવી અજીબ પ્રેમકહાણીઓ જોવા મળી કે ન પૂછો વાત! ઉપરથી પોતાના મનગમતા સુપરસ્ટાર હોય, કર્ણપ્રિય ગીતો હોય, એટલે દર્શક કનફ્યુઝ! સુંદર ચહેરાઓ બતાવીને, વિદેશયાત્રા કરાવીને, આખો માહોલ જ એવો જમાવી દીધો હોય કે ચાર-પાંચ વર્ષો સુધી ખબર જ ન પડે કે એ ફિલ્મોમાં 'કંટેઈન' કેટલું/શું હતું?
હવે અને આવું તે કંઈ નામ હોતુ હશે...દિલવાલે....દુલ્હનિયા....લે....જાયે...ગે?

કહોના પ્યાર હૈ: કુમાર ગૌરવની 'લવ સ્ટોરી'અને હ્રિતિક રોશનની પહેલી આ ફિલ્મ. બંને ફિલ્મો સુપર હીટ! ત્યાર બાદ હીરો સુપર ફ્લોપ! જોકે હ્રિતિક હીરો મટીરિયલ હતો, એ ચાલી ગયો એ એના નસીબની વાત છે. પણ આ ફિલ્મના કારણે દરેક ન્યૂકમર હીરોને હવે ડાન્સ અને બિલ્ડેડ બોડી ફરજિયાત છે! બધા ન્યૂકમર્સને હવે લગભગ આવી રીતેજ આવવું પડે છે!

આમ નેવુંનો દસકો પુરો થયો. ૨૦૦૦ની સાલ સુધીમાં એમપીથ્રી ફોર્મેટમાં ગીતો અને વિડિયો સીડી ૩૦ રૂપિયે બજારમાં ફરતી થઈ ગઈ. જોકે કેબીસી જેવા રિયાલીટી શો હીટ થયા બાદ ટેલિવિઝન કંઈક નવું દેખાડવાની પેરવી કરશે એવી હૈયાધારણ બંધાઈ....પણ એ દરમિયાન સુ.શ્રી એકતા કપુરની ક્યુંકી સાસ...સિરિયલ હીટ થઈ ગઈ. આમ થતાં ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયેલ બધા સંસ્કારો, પરિવાર પ્રેમ વગેરે બધું ટીવીમાં ઠલવાઈ ગયું. વચ્ચે વચ્ચે કોમેડી, ડાન્સ વગેરે રીયાલીટી કોન્ટેસ્ટના રૂપમાં આવી રહ્યા હ્તા. એ કંઈક જોવા લાયક હતા! ખેર, પસંદ અપની અપની. આજતક જેવી ન્યૂઝ ચેનલે પણ એક નવો ચીલો ચાતર્યો હતો, જેના પગલે કેટલીયે ન્યૂઝ ચેનલો શરૂ થઈ હતી. તીખા તમતમતાં સમાચારો, રાત દિવસ ટેલિકાસ્ટ, લાઈવ વિવાદ\ઈન્ટર્વ્યુ વગેરે હવે સામાન્ય લાગે છે.

હવે હાલત એ છે કે ગમે તેટલો મોટો સુપરસ્ટાર હોય..એણે ઘરે ઘરે જઈને પોતાની ફિલ્મનુ પ્રમોશન કરવું પડે છે! સુપર સ્ટાર્સના બોર્ન સુપરસ્ટાર છોકરાઓ જોવા પડે છે. એમના નખરા, બુમ બરાડા, એટિટ્યૂડને લોકો એક્ટિંગ સમજી રહ્યા છે! આપણી નવી જનરેશનને આ બધી બારીકીઓ નિહાળવાનો અવકાશ નથી! એમણે ઓનલાઈન બુકીંગ કરાવ્યું હશે, એટલે બચ્ચનસાહેબની ફિલ્મ જોવા રાત્રેથી જે લાઈનો પડતી હતી (ગાદલાં, તકિયા લઈને!) એ ક્યાંથી અનુભવી શકે? થિયેટર સામેથી પસાર થતા સમયે પોસ્ટર જોવા મળે, જેના પરથી અંદાજો લગાવાતો કે ફિલ્મ કેવી હશે, એ બદલે હવે તરણ આદર્શના અપાયેલા સ્ટાર્સ અથવા ટીવી પર બતાવાતા ટ્રેલર્સ તમને કેવા છેતરે છે?

એક તો સાઉથની રીમેકનો ટ્રેન્ડ ખતરનાક રીતે ચાલી રહ્યો છે!

સરખામણીઃ

હવે આ બધી ફિલ્મો આવી ત્યારે ખરેખર દુનિયામાં કઈ, કેવી ફિલ્મો જોવાઈ રહી હતી?

જંજીરઃ http://www.imdb.com/search/title?at=0&sort=moviemeter,asc&start=51&title_type=feature&year=1973,1973

શોલેઃ http://www.imdb.com/search/title?sort=moviemeter,asc&title_type=feature&year=1975,1975 (Sholey is including)

આશીકીઃ http://www.imdb.com/search/title?sort=moviemeter,asc&title_type=feature&year=1990,1990

અંદાજ અપના અપનાઃ http://www.imdb.com/search/title?year=1994,1994&title_type=feature&sort=moviemeter,asc

હમ આપકે હૈ કોન? http://www.imdb.com/search/title?year=1994,1994&title_type=feature&sort=moviemeter,asc

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેઃ http://www.imdb.com/search/title?sort=moviemeter,asc&title_type=feature&year=1995,1995

કહોના પ્યાર હૈ: http://www.imdb.com/search/title?num_votes=20000,&sort=moviemeter&title_type=feature&year=2000,2010

વર્ષ ૨૦૧૦-૨૦૧૩
http://www.imdb.com/search/title?year=2010,2013&title_type=feature&sort=moviemeter,asc

ડપકું:
અરે યાર....ફિલ્મ એના ટ્રેલર કરતાં તો સારી બનાવો!


(આ લેખમાં વધારો ઘટાડો સમય મળે તો જરૂરથી કરીશ. આપના અમુલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ.)

No comments:

Post a Comment