બાયપાસ


(૧૬-૨-૧૧ )


નવા પુલો બની રહ્યા છે વડોદરામાં. એક સાથે બધાના બાંધકામ શરૂ થઈ ગયા છે. શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યા અને રેલ્વેલાઈનના ક્રોસિંગને પાર કરવા પુલ ખુબજ જરૂરી હતા. ખાસ કરીને સાંજે ઘણો ટ્રાફિકજામ રહે છે, અડધો-પોણો કલાક તો સહેજે વેડફાઈ જાય છે; આ તો પાછું રોજનું!

બદલાવ એ પહેલાં તો અણછાજતી લાગતી ઘટના છે, પછી એના જોડે આપણે ગોઠવાઈ જવું પડે. પણ જુના રસ્તા, જુની દુકાનો (કે જ્યાંથી ક્યારેય કશું ખરીદ્યું નથી!)માં જીવ ચોંટી ગયો છે. હવે ત્યાં પુલ બની જવાથી બધું બદલાઈ જશે. પુલની નીચે એક અલગ વર્ગ પોતાની જીંદગી ગોઠવી લેશે. શાકભાજીના પથારા, પરચુરણ વસ્તુઓની લારી, અસ્તવ્યસ્ત બાઈક-પાર્કિંગ હમણાંથી કલ્પી શકાય છે. લોખંડના થાંભલા, પથરાળ રોડ, લારી-ગલ્લાનું દબાણ વગેરે પણ રહેશે. ગાય પોતાનો રસ્તો કરીને નીકળી જશે. જેમને શિંગડા નથી એવા લોકો ધક્કામુક્કી સહન કરી લેશે. પુલ ઉપરથી આવતાજતા જે સુંદર/ભવ્ય હોર્ડિગ દેખાશે એના પાયા પણ નીચે બધાને નડશે. પુલના નીચેનો આવો વિસ્તાર વર્ષો પાછળ રહી જાય છે, જ્યારે પુલ ઉપર સમય બુસ્ટર લગાવીને ભાગતો રહે છે.

જવા દો...આવી નાની-નાની બાબતોને શું ધ્યાનમાં લેવાની? અહીં તો બધું આપમેળે સેટ થઈ જાય છે. પુલ ઉપરથી જતા રહીને આ બધું આપણે બાયપાસ કરવાનું છે. સ્પીડ જાળવી રાખજો.


BYPASS (Edition )

(૫-૮-૧૨ )

અને પુલ બનીને પુરા થઈ ગયા. લાલબાગ પુલ વિશે તો એટલો બધો હોબાળો થયો કે ન પુછો વાત. પુલ બની ગયા પછી ખુદ ટ્રાફિક પોલીસ પણ કન્ફ્યુઝ હતી કે આ પુલ ઉપર વાહન વ્યવહાર ચલાવવો કેમ? આ ફોર-વે પુલ વિશે છાપા વગેરેમાં પુષ્કળ છપાયું. સરકારી તંત્રને ખુબ ભાંડવામાં આવ્યું. ઉદ્‍ઘાટન પછી પણ થોડા દિવસ પુલ વપરાશ વગર બંધ રખાયો.

જોકે પુલ ચાલુ થઈ ગયા બાદ પણ તેના નીચે જીંદગી સરસ ચાલે છે. કેમકે દુકાનો વગેરે બહુ ઓછા હતા. માત્ર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતો જેની દુકાનોમાં ભારે મંદી આવી ગઈ. લાલબાગ રોડ પર ચા, શરબત, જ્યુસ, આઈસ્કીમ, ચાઈનીઝ ફુડ ની લારીઓ ઉભી રહેતી હતી એ બીજી તરફ શીફ્ટ થઈ ગઈ.

એ પુલ ઉપરથી જ્યારે પસાર થયો ત્યારે વિચાર્યું પણ નહોતું કે લાલબાગને લગભગ એરિયલ વ્યુમાં જોવા મળશે!

4 comments:

 1. સ્પીડ જાળવી રાખજો અને સમય સાથે ચાલતા રેહજો.

  ReplyDelete
 2. Like your Attitude!

  -Rakesh
  nvndsr.blogspot.com

  gitanshpatel.blogspot.com

  ReplyDelete
 3. આ પણ ખરું !! સંસ્કારી નગરીનો પણ બાયપાસ !! શું જમાનો આવ્યો છે?-સતિષ પટેલ

  ReplyDelete
 4. @રાકેશજી, માધવ...આભાર
  @સતિષજી...પ્રોગ્રેસ ઘણી ક્રુર અને સુંદર ચીજ છે.

  ReplyDelete