વેલેન્ટાઈન ડે

આખો દિવસ ખાલી ખાલી પણ ઉજળો, હલકો અને કંઈક કન્ફ્યુઝ. બપોર થઈ જવાની તૈયારી અને ઘરે જવાની જુઠી ઉતાવળ. કોઈ ઓળખીતું મળી જવાનો ડર અને કોઈના આવવાની નિરાશ આશા. ૯૯૯ સપના + ૧ મહેચ્છા અને એના આગમન સાથે વધતાં જતા ધબકારા. ડગમગતો અવાજ, એક પ્રશ્ન, અનેક પ્રતિપ્રશ્નો, સેંકડો બહાના. જે પહેલાથી ધારી રાખ્યો હતો એના જેવોજ સંભળાતો જવાબ, છતાંયે યાદગાર, ઉજળો, હલકો અને કંઈક કન્ફ્યુઝ એ દિવસ...
જુદી તારીખ અને જુદો મહિનો, પણ એ જ મારો વેલેન્ટાઈન ડે.


આ રચના તદ્દન કાલ્પનિક છે, બસ એજ કહેવું હતું કે અંગ્રેજી વેલેન્ટાઈન ડે કેટલો વામણો લાગે છે આવા સ્પેશિયલ દિવસોની સામે !

No comments:

Post a Comment