ચંદન

૧૯૯૦ થી ૯૨ ની દિવાળીના વેકેશનમાં સૌ પ્રથમ વાર મારી પાસે વ્હાલી 'ચંદન' નો દિવાળીઅંક મને પપ્પાએ લાવી આપ્યો. અલબત્ત ચક્રમ-ચંદન તો હું વાંચતો જ રહેતો, પણ દિવાળીઅંકની વાત કંઈક અલગ રહેતી! શાળાઓ બંધ હોય, દોસ્તો જોડે હોય કે ઘરે એકલા જ ધીંગા મસ્તી ચાલતી હોય. ભલે ગામ હોઉં કે શહેર, ચંદનનો દિવાળી અંક જોડે જ રહેતો. એ સમયના લેખ અને ચિત્રકારીનો સમન્વય કેટલો અદ્‍ભુત રહેતો! આજના કોઈ પણ મેગેઝીનના કમ્પ્યુટર જનરેટ લે-આઉટમાં મજા નથી આવતી! એ દોર જ કંઈક અલગ હતો!

કોઈ પણ પુસ્તક, મેગેઝીન વગેરે ફરી પ્રકાશિત કરવું (એના માલિકની પરવાનગી વગર) અપરાધ તો છે જ. પ્રકાશિત પુસ્તક સ્કેન કરી કે ફોટોગ્રાફ પાડીને વેબસાઈટ ઉપર દર્શાવવા પણ કાયદા વિરુધ્ધ હશે. પણ આજના ભારતમાં એક ગુન્હો વધુ! રખે મારી ચંદનના પાના પીળા થઈ ફાટી જાય. એની વાર્તાઓ ઉધઈ ચટ કરી જાય એ પહેલાં એ ફરી પ્રકાશિત થવી જ જોઈએ, બીજા લોકો સુધી પહોંચવી જ જોઈએ! તેમ છતાં જો કોઈને વાંધો હોય તો જરૂરથી જણાવશો, તુરંત આ લેખ ડીલીટ કરી દેવામાં આવશે.

મારી ૬  પસંદીદા વાર્તાઓ/હાસ્ય લેખ આપને પણ જરૂર ગમશે! આ રચનાઓ આજ-કાલ બધે પ્રકાશિત થતી રહેતી રચના કરતાં થોડી બહેતર જણાશે એની ગેરેન્ટી.
ગોલીબાર પરિવારને આવા સરસ મેગેઝીન આપવા બદલ ધન્યવાદ!

વાર્તાઓ એક પછી એક મુકવાથી રસ જળવાઈ રહેશે એમ હું માનું છું. રાહ જોતા રહેશો.
No comments:

Post a Comment