સાથી-સંગાથી

ખોટ્ટું. આ કોઈ દોસ્ત, સખી, પરિવાર કે વિજાતીય પાત્રના સુંવાળા સાથની વાત નથી બહુ નાનકડી વાત છે, છતાં તમને યાદ રહી જાય એવી...કેમકે આવું હંમેશા બને છે. કોઈ અજાણી જગ્યાએ આપણે ગયા હોઈએ, પરીક્ષા, એડમીશન, નવી નોકરી કે પછી બસ/ટ્રેનની મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યું આપણો સાથ દેવા હંમેશા તૈયાર જ હોય છે.

એક બીજાને સીટ નંબર પુછવો, એક્ઝામ કેવી ગઈ એવું પુછવું, દીકરા/દીકરીના એડમીશન વખતે પાર્કિગમાં બેસી મેરિટની ચર્ચા કરવી, ટ્રેનમાં કોઈ સહેજ ખસીને આપણને સીટ આપી દે, લીફ્ટનો બંધ થતો દરવાજો આપણી માટે રોકી લેવો, દવાખાનાના બાજુના બેડમાં જ કોઈ હસતો ચહેરો દેખાઈ જવો...કેટકેટલી વખતો કોઈ કોઈને કોઈ મળીજ જાય છે...અને એ જ દિવસે ભુલાઈ પણ જાય છે! તેમ છતાં... એ ભુલાયેલા અને ભવિષ્યમાં થોડીવાર માટે બનવાવાળા સાથી-સંગાથીને સલામ :)

3 comments:

  1. સ્રરસ રચનાઓ છે.

    ReplyDelete
  2. થેન્ક્યુ અશોકભાઈ!

    ReplyDelete
  3. સ્રરસ રચનાઓ છે.
    M.D.Gandhi, U.S.A.

    ReplyDelete